ઘરે લઇ આવ્યો આ શાનદાર કાર, તમારે નહીં ભરવા પડે કોઇ હપ્તા, કાર પર કંપનીની જાહેરાત લગાવાની છે

બધાનું સપનુ હોય છે કે પોતાની એક કાર હોય અને કાર જો ઇએમઆઇ વગર જ કાર મળી રહી હોય તો કાર લેવું વધુ સરળ થઇ જાય છે. દેશ ઘણા વિજ્ઞાપન કંપનીઓ એવી કમાલની સ્કીમ લઇને આવી છે જેના હેઠળ તમે ૧૦ લાખ રૂપિયાન સુધીની કોઇપણ કાર લઇ શકો છો અને કારની ઇએમઆઇઆ કંપની ભરશે. આ માટે બસ તમારે તમારા કાર પર થોડાક સ્ટીકર લગાવવા પડશે જેના બદલે જાહેરાત કંપની તમારા કારની ઇએમઆઇ ભરશે.
આ જાહેરાત ઓફર હાલમાં ૧૦ લાખ રૂપિયા સુધીની કિંમત વાળી કાર પર જ આપવામાં આવી છે. આ ઓફર હેઠળ તમને કારના ઘણી કિંમત રપ ટકા ડાઉનપેમેન્ટ તરીકે ચુકાવી પડશે. આ પછી જે કંપનીની ઓફર હેઠળ તમે કાર લઇ રહયા છો તે તમારી કારના ૪૦ થી ૬૦ ટકા ભાગ પર તેની મરજીની જાહેરાત લગાવશે. કંપનીની શરત છે કે આ જાહેરાતની સાથે છેડછાડ ન થવી જોઇએ આ સિવાય તમાર કાર પ્રત્યેક મહિને ઓછામાં ઓછા ૧૦૦૦ થી ૧૫૦૦ કિલોમીટર ચાલવી જોઇએ. જો તમે નકકી કિ.મી.થી ઓછી ચલાવો તો કંપની ઇએમઆઇ નહીં ભરે.

આ કંપની આપી રહી છે ઓફર :
ઇએમઆઇફ્રીકાર ડોટ કોમ – ડ્રીમર્સ મીડિયા એન્ડ એડવટાઈઝીંગ પ્રા.લી.-ટેન્શનફ્રીકાર ડોટ કોમ

કંપનીની ફ્રેન્ચાઇઝી પણ લઇ શકો છો :
ઇએમઆઇફ્રી કાર લેવાની સાથે સાથે તમે કંપનીની ફેન્ચાઇઝી પણ લઇ શકો છો. આવી ઓફર ઇએમઆઇફ્રીકાર ડોટ કોમ આપી રહી છે. આ ઓફર હેઠળ તમે વિજ્ઞાપનનું કામ શરૂ કરી શકો છો. આ ઓફર માટે કંપનીનો દાવો છે કે તેમાં જે રકમ લગાવશો તેના લગભગ ૧૦ મહિના પછી તમને રીટર્ન મળવાનું શરૂ થઇ જશે. આ ઓફર વિશે કંપનીનું કહેવું છે આ રીતના તે યુવાઓને અવસર આપવા ઇચ્છે છે.

આ રીતે ફ્રેન્ચાઇઝી
કંપનીની ફેન્ચાઇઝી લેવા માટે તમારે તેની વેબસાઇટ http://www.emifreecar.com/franchise.php પર જઇને લોગ ઇન કરવી પડશે. ત્યારપછી માંગેલી બધી જાણકારી દેવી પડશે જે પછી કંપની તમારી ફ્રેન્ચાઇઝી આપશે. તમે આ લીંક પર કિલક કરીને પણ ફ્રેન્ચાઇઝી વિશે જાણકારી મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *