શું પીએમ મોદીની સભામાં મહિલાઓ ‘મોદી ચોર’ લખેલા પોસ્ટર લઇને બેઠી હતી ?

સોશ્યલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે. તેમાં ઘણી મહિલાઓ હાથમાં પોસ્ટ લઇને બેઠી છે, પોસ્ટર લખ્યું છે – મોદી ચોર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદખી હંમેશા પોતાના ભાષણોમાં છેલ્લા ૬૦ વર્ષોમાં, છેલ્લા ૭૦ વર્ષોમાં જેવા વિધાનોનો ઉયોગ કરે છે. આ તર્જના કારણે લોકો લખી રહયાછ ે કે છેલ્લા ૭૦ વર્ષોમાં પહેલીવાર આવું થયું છે, જયારે લોકો પ્રધાનમંત્રી વિશે આ રીતની વાતો કરી રહયા છે.

તસવીરમાં શું છે, એ અમે તમને ઉપર જ બતાવ્યું, આ કોઇ પ્રોગ્રામનો ફોટો લાગી રહયો છે. પાછળ એક મોટુ પોસ્ટર છે, જેના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો પ્રિન્ટ છે. તેના ઉપર પણ મોદી ચોર લખ્યો છે. નીચે ખુરશીઓ પર લાઇનમાં ઘણી મહિલાઓ બેઠી છે. તેમાંથી ઘણાના હાથમાં મોદી ચોર વાળા બેનર છે. તેના ઉપર એક કેપ્શન પણ છે, તેના મુજબ ૭૦ વર્ષોમાં આ પહેલીવાર થયો છે જયારે જનતા પ્રધાનમંત્રીને ચોર કહી રહી છે.

આ વાયરલ પોસ્ટ ABMB નામની એક ફેસબુક પેઇજથી પોસ્ટ થઇ. ૨૩ સપ્ટેમ્બરના રાત ૧૧ વાગ્યે લગભગ આ પોસ્ટ કરવામાં આવી. અત્યાર સુધી ૨૦ હજારથી વધુ લોકોએ તેને શેયર કરી ચુકયા છે. એક ધ હેડલાઇન પેઇજે પણ તેને પોસ્ટ કરી. ત્યાં ૫૨૦૦થી વધારે લોકો તેને લાઇક કરી ચુકયા છે. ૮૨૦૦થી વધારે લોકોએ તેને શેયર કરી છે.

આજમગઢ એકસપ્રેસ નામના એક પેઇજથી આ પોસ્ટ કરવામાં આવી હતી.

આ પોસ્ટને રાહુલ ગાંધીના એક ફેન પેઇજે પણ ટવીટ કરી હતી.

શું હકીકત છે આ પોસ્ટની ?
વાયરલ પોસ્ટમાં જે તસવીર છે, તે અસલી છે, પરંતુ તે અસલી તસવીરમાં મોદી ચોર નથી. ફોટોશોપનો ઉપયોગ કરીને તે બેનર પર લખેલી અસલ્લ વસ્તુ ગાયબ કરી દીધી હતી. અને ત્યાં મોદી ચોર લખી દીધું હતું. જે તસવીરને ફોટોશોપ કરવામાં આવ્યો, તે ઓરીજનલ ફોટો સ્વાસ્થ્ય મંત્રાલયના પેઇજ પર છે. આ રર સપ્ટેમ્બરના ટવીટ કરવામાં આવ્યો હતો.
રાંચીમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની લોન્ચિંગનો અવસર હતો. આ ટવીટમાં ચાર તસવીરો છે. ચારેય આ કાર્યક્રમથી જોડાયેલી છે. તેમાં ત્રીજીવાળી ફોટો તે છે જેને ફોટોશોપ કરીને વાયરલ કરવામાં આવી. અસ્સલમાં તે મહિલાઓએ પોતાના હાથમાં જે બેનર પકડયા છે, તેના ઉપર પ્રધાનમંત્રી જનર આરોગ્ય યોજના લખેલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *